ગાંધીનગર: ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાત સ્થળે, ઋષિકેશ પટેલના પ્રહાર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ મુદ્દે ભાજપના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસમાં આંતરિક કલહ અને વિશ્વાસના અભાવ હોવાના આક્ષેપ કર્યા છે. બંને પક્ષો વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ બની છે.