મહુવા: મહુવામાં વૃદ્ધા પર ડાકણનો આરોપ, વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ
મહુવામાં પિતૃકાર્યની ધાર્મિક વિધિ દરમિયાન એક યુવકે કુટુંબી વૃદ્ધા પર ડાકણ–ચુડેલ અને ભારે નજર જેવા આક્ષેપો કરતાં મામલો ગરમાયો હતો. મળતી માહિતી મુજબ, મહુવા જાદરા રોડ વિસ્તારમાં પિતૃકાર્ય અને શાંતિ યજ્ઞની વિધિ દરમિયાન યુવક ધૂણ્યો હતો અને આ દરમિયાન કમુબેન નામની વૃદ્ધા પરિવારની અશાંતિનું કારણ હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે પરિવાર દ્વારા ભારત જન વિજ્ઞાન જાથાને રજૂઆત કરવામાં આવતા જાથાની ટીમ મહુવા પોલીસની મદદથી સ્થળ પર પહોંચી હતી. જાથાએ આક્ષેપો અંગે પ