કાલોલ: વેજલપુરમાં ગ્રામસભા મોકૂફ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યએ આપી પ્રતિક્રિયા
કાલોલના વેજલપુરમાં ગ્રામસભા મોકૂફ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યએ આપી પ્રતિક્રિયાં.15 ઓગસ્ટે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજવા વિકાસ કમિશનર, ગાંધીનગર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. તે મુજબ વેજલપુર ગ્રામ પંચાયત ખાતે સવારે 11 વાગ્યે ગ્રામસભા માટે એજન્ડા જાહેર કરાયો હતો. પરિપત્ર અને એજન્ડા જાહેર થયા બાદ પણ નિર્ધારિત દિવસે ગ્રામસભા ન યોજાતા ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.