પોરબંદર: રાણાવાવ: જાહેરનામાનો ભંગ કરીને છરી સાથે ફરતો શખ્સ પોલીસના સકંજામાં
પોરબંદરમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી. રાણાવાવના ગોપાલપરા રોડ પરથી છરી સાથે ભનુ સીદાભાઈ સોલંકી નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ઉલ્લંઘન બદલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.