કાલોલ: ડેરોલસ્ટેશન ખાતે રેલવે ઓવરબ્રિજનું સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે લોકાર્પણ,ધારાસભ્ય સહિત સૌ હાજર રહ્યાં, CMનો માન્યો આભાર
કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત ફાટક નં.૩૨ પર ૨૦૧૭થી ઓવરબ્રિજની કામગીરી શરૂ થયા બાદ અનેક વિઘ્નોને અંતે દસેક વર્ષના લાંબા અંતરાલ બાદ ઓવરબ્રિજ તૈયાર થતાં શુક્રવારે સવારે સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે બપોરે બાર કલાકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે પાછલા દસેક વર્ષો સુધી ફાટકના બન્ને છેડે વેઠેલી હાડમારીઓનો છેવટે અંત આવી જતાં સ્થાનિકોએ મોટી રાહત અનુભવી છે.