પોરબંદર: પોરબંદરમાં કોંગ્રેસનો વિરોધ: ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે ચક્કાજામ
પોરબંદરમાં ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા નરસંગ ટેકરી ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ચક્કાજામનો પ્રયાસ કરતા ટ્રાફિક જામ થયો હતો, બાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.