ગોધરા: ગોધરામાં મહેંદી અને મેકઅપ કોમ્પિટિશન યોજાઈ, 125 યુવતીઓએ ઉત્સાહભેર લીધો ભાગ
ગોધરામાં મહેંદી અને મેકઅપ કોમ્પિટિશન યોજાઈ, 125 યુવતીઓએ ઉત્સાહભેર લીધો ભાગ,ગોધરા વડોદરા હાઈવે રોડ પર આવેલી ગ્રાન્ડ એકતા હોટેલ ખાતે મહેંદી કોમ્પિટિશન તેમજ મેકઅપ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 125 યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવતીઓએ પોતાની મહેંદી ડિઝાઇન તેમજ મેકઅપની કળાનું સુંદર પ્રદર્શન કરી પોતાની પ્રતિભા રજૂ કરી હતી.