કાલોલ: કોમ્યુનિટી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાની આગેવાનીમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી હિન્દુ એકતા, સુરક્ષા અને ધાર્મિક જાગૃતિ માટે હિમાયત કરી રહ્યા છે. જે અંતર્ગત રવિવારે કાલોલ શહેરના કોમ્યુનિટી હોલ ખાતે કાલોલ તાલુકાના કાર્યકર્તાઓની મુલાકાત કરીને બેઠકમાં હિન્દુ સમાજને સંગઠિત થવા માટે હાકલ કરી હતી.ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ કાલોલમાં હિન્દુ નાગરિકોને પોતાની ગલી, સોસાયટી અને ગામડાના સ્તરે એકજૂથ થવા હાકલ કરી છે.