ઉના: પીએમ મોદીના સેવાના 25 વર્ષ નિમિત્તે સફાઈ કામદારોનું સન્માન અને મેડિકલ કેમ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થતા ઉના નગરપાલિકા ખાતે 'વિકસિત ભારત 2047 - સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ સફાઈ કામદારોને પ્રમાણપત્ર એનાયત કરાયા અને તેમના માટે મેડિકલ કેમ્પનું આયોજન થયું.