તળાજા: બાબરિયાતના ખેડૂતનો નવતર પ્રયોગ: કપાસ-મગફળી છોડીને કંટોલાની ખેતીથી મેળવી સારી આવક
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરીયાત ગામના પ્રગતિશીલ ખેડૂત બુધેશભાઈ મકવાણાએ પરંપરાગત ખેતીથી અલગ હટીને કંટોલાની ખેતીનો નવતર પ્રયોગ કર્યો છે. બુધેશભાઈ અગાઉ કપાસ, સોયાબીન અને મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. જોકે, આ પાકોમાં અપેક્ષિત વળતર ન મળતાં તેમણે સોશિયલ મીડિયા મારફતે કંટોલાની ખેતી અંગે માહિતી મેળવી અને આ વર્ષે પોતાની વાડીમાં એક વીઘા વિસ્તારમાં કંટોલાનું વાવેતર કરવાનો નિર્ણય લીધો હતો. ખેડૂતે કંટોલાના વેલાને ઉપર ચઢાવવા માટે વાડીમાં