તળાજા: તળાજામાં ‘હર ઘર તિરંગા’ યાત્રામાં દેશભક્તિનો માહોલ: મોટી સંખ્યામાં લોકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા
તળાજા શહેરમાં આજે ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. વ્યાયામ શાળા (અખાડા) તળાજાથી સવારે 9 વાગ્યે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા ગાંધીજીના સ્ટેચ્યુ, તિલક ચોક, વાવ ચોક, માયા પેટ્રોલ પંપ, ડો. બલદાણીયા સાહેબના દવાખાના અને શાકમાર્કેટ થઈ બાપા સીતારામ ચોક ખાતે પહોંચી હતી. યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, તળાજા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા