આહવા: ડાંગમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ, ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી થશે શરૂ
ડાંગ જિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધણી અને સુધારણા માટે ખાસ ઝુંબેશ યોજાશે. ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો અને બાકી રહેલા નાગરિકો ૧ ઓક્ટોબરથી મતદાન મથકો પર જઈને નામ નોંધણી અને ચકાસણી કરાવી શકશે. ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બરના રોજ વિશેષ કેમ્પ યોજાશે.