મુન્દ્રા: મુન્દ્રા નગરપાલિકામાં રીજનલ કમિશનરની મુલાકાત: વિકાસ કાર્યો અને સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ
Mundra, Kutch | Oct 1, 2026 રાજકોટ ઝોનના રીજનલ કમિશનરશ્રી (IAS) દ્વારા મુન્દ્રા નગરપાલિકાની જનરલ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો, પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને સફાઈ વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.