નાંદોદ: નર્મદા જિલ્લામાં 7 ઓક્ટોબરના રોજ યોજાશે સેવા જ્યોતિ કળશ યાત્રા
નર્મદા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત 7 ઓક્ટોબરે સેવા જ્યોતિ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ તાલુકાઓમાં યાત્રા અને સ્પર્ધાઓ યોજવા અંગે ચર્ચા કરાઈ.