કાલોલ: કાલોલ કસ્બામાંથી કતલખાનું ઝડપાયું, 22 થી વધારે આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ, DYSP નવીન આહીરે આપી માહિતી
આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ કાલોલ શહેરના જાણીતા કસ્બા વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરના પાછળના ભાગમાં આવેલા સડક ફળિયાનો વાડો ગણાતા રહેણાંક વિસ્તારના લોખંડી જાળીવાળા કુખ્યાત જુલેખા ઉર્ફે જુલી હબીબ બેલિમ તેમજ ઝાહિર હબીબ બેલિમ નામના ભાઈ બહેનના મકાનમાં પોલીસે છાપો મારીને અંદર ઓસરીમાં છતના હુક સાથે નિર્દોષ ગૌવંશોને લટકાવી નિર્દયતાથી કતલ કરીને એકત્રિત કરેલો માંસનો જથ્થો તેમજ ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા.પોલીસે આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.