પાટણ શહેર: પાટણમાં 37.46 કરોડની નવી કલેક્ટર કચેરીનું 60% કામ પૂરું
Patan City, Patan | Aug 14, 2026
પાટણમાં 37.46 કરોડના ખર્ચે બનતી નવી કલેક્ટર કચેરીનું 60% બાંધકામ પૂરું થઈ ગયું છે. 6231 ચોરસ મીટર વિસ્તારની આ જી પ્લસ ટુ બિલ્ડિંગમાં વહીવટી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. બાંધકામ 28 ફેબ્રુઆરી 2027 સુધી પૂર્ણ થવાની સાથે વધુ સુગમ સેવાઓ મળશે.