મોડાસા: અરવલ્લી: આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ગેંગ ઝડપાઈ, 16.23 લાખનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી એલ.સી.બી.એ માલપુરના ચોરીવાડ પાસેથી આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી પાસેથી 16.23 લાખની કિંમતના દાગીના મળી આવ્યા છે. આરોપીઓ અંબાજીમાં પણ ગુનો કરવાના હતા, તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા.