ગોધરા: ગોધરામાં સોની સમાજની ૨૦૦ વર્ષ જૂની પરંપરા: ભવ્ય નવચંડી મહાયજ્ઞમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતા ગોધરા શહેરમાં સંસ્કાર અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો. ગોધરા ખાતે વિતેલા ૨૦૦ વર્ષથી ચાલી આવતી પવિત્ર ધાર્મિક પરંપરાને અક્ષુણ્ણ જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર સોની સમાજ નવ યુવક મંડળ દ્વારા ભવ્ય 'નવચંડી મહાયજ્ઞ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા માં જગતજનની આદ્યાશક્તિ માતાજીના ચરણોમાં શિશ નમાવી સમગ્ર સમાજ તથા માનવજાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે ભાવપૂ