રાણપુર: અણીયાળી કસ્બાતી-કેરીયા માર્ગ પર બાવળોના કારણે અકસ્માતનો ભય
Ranpur, Botad | Sep 28, 2026 અણીયાળી કસ્બાતી થી કેરીયા વચ્ચેના પંચાયત રોડ પર બાવળોના ઝુંડ જામ્યા છે. લાંબા સમયથી જંગલ કટીંગ ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક જંગલ કટીંગની માંગ કરી છે.