તળાજા: તળાજામાં સેવા માટે ખુલ્યા દ્વાર: લોકસેવા તીર્થ બનશે જનસહાયનું કેન્દ્ર
તળાજા શહેરમાં આજથી જનસેવાની એક નવી પહેલનો પ્રારંભ થયો છે. ભક્ત કવિ નરસિંહ મહેતા સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ‘લોકસેવા તીર્થ’નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સેવા કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ અપાવવાનો છે. અહીં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આવાસ યોજના, પેન્શન યોજના સહિત આશરે 18થી 19 જેટલી સરકારી યોજનાઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન અને ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશ