પોરબંદર: બોખીરામાં મકાનમાંથી 87,176ની ચોરી, પોલીસ તપાસ શરૂ
પોરબંદરના બોખીરા વિસ્તારમાં મુરલીધર પાર્કમાં એક રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ 87,176 રૂપિયાની ચોરી થઈ છે. તસ્કરે બાલ્કની વાટે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઉદ્યોગનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.