ઘાટલોડિયા: સિવલ હોસ્પિટલ ખાતે ઓર્ગન ડોનેશન ડે ની આરોગ્ય મંત્રીની આગેવાનીમાં ઉજવણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડેની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યસૂચિમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે અંગદાન અને તેના પ્રેરણાદાયી કાર્યોને વણતું 'અમરગાથા' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જે અંગદાનના મહાઅભિયાનને વધુ વેગ આપશે.