વાંકાનેર: વાંકાનેર હાઇવે પર કેરાળા પાટિયા પાસે ગટરમાં પડતા અજાણ્યા યુવકનું મોત
વાંકાનેર નેશનલ હાઈવે પર કેરાળા પાટિયા નજીક એક અજાણ્યા યુવકનું ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી છે અને યુવકની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.