મહુવા: મોણપર ગામે મહુવા તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી
મોણપર ગામે દેશભક્તિના રંગે રંગાઈ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી મહુવા તાલુકાના મોણપર ગામે તા. 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મદદનીશ કલેકટર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, એકતા