ગોધરા: ગોધરામાં MGVCL વિજિલન્સ ટીમે સપાટી બોલાવી રૂપિયા ૧ કરોડની વીજ ચોરી ઝડપી પાડી
ગોધરામાં MGVCL વિજિલન્સ ટીમે સપાટી બોલાવી રૂપિયા ૧ કરોડની વીજ ચોરી ઝડપી પાડી,ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની વિજિલન્સ ટીમ દ્વારા વીજ ચોરી ડામવા માટે વ્યાપક ઝુંબેશ ચલાવીને મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન વિજિલન્સ ટીમે કુલ રૂપિયા ૧ કરોડ જેટલી મોટી રકમની વીજ ચોરી ઝડપી પાડીને ગેરકાયદેસર વીજ વપરાશકારો સામે કડક હાથે દાંડકીય કાર્યવાહી હાથ ધરી છે આ ખાસ ચેકિંગ ડ્રાઇવમાં કૂલ ૫૫ જેટલી વિજિલન્સ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી