ગાંધીનગર: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સફળ ઓપરેશન: 5 પાકિસ્તાની ઝડપાયા
ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓએ 16 દિવસના ઓપરેશન બાદ 5 પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 5.25 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ કામગીરી બદલ એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે.