ગોધરા: મુખ્યમંત્રીની નદીસર મુલાકાતને લઈ જિલ્લા કલેકટર અજય દહિયાએ PM શ્રી શાળાની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી
મુખ્યમંત્રીની નદીસર મુલાકાતને લઈ જિલ્લા કલેકટર અજય દહિયાએ PM શ્રી શાળાની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી,સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નવા નદીસર, ગોધરા ખાતેની મુલાકાતને અનુલક્ષીને પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ PM શ્રી શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કલેકટર અજય દહિયાએ સંબંધિત અધિકારીઓ સાથે શાળામાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તેમજ કાર્યક્રમને લઈને કરવામાં આવતી તૈયારીઓની સમીક્ષા કરી હતી.