અંજાર: સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત શ્રમદાન
Anjar, Kutch | Oct 2, 2026 ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય અતિથિ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત હોદ્દેદારો સાથે હોસ્પિટલ પરિસરમાં શ્રમદાન કરી સફાઈ કરી હતી.હોસ્પિટલના અધિક્ષક ડૉ. રોબિનસિંહ રાઠોડ, તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને નાગરિકોએ પણ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.