ભાણવડ: ભાણવડના શેઢાખાઈ ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ ૨.૧
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ યોજાયો. સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજિત આ કેમ્પમાં ગ્રામજનોને રાશનકાર્ડ, વિવિધ દાખલા અને પ્રમાણપત્રો જેવી સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો.