તળાજા: ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત: ભાલર ગામના 25 વર્ષીય યુવાનનું મોત
તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ભાલર ગામના 25 વર્ષીય યુવાનનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતી માહિતી મુજબ, તળાજાથી ભાવનગર તરફ જતા સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે રાત્રિના સમયે બાઈકને અન્ય અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્મતમાં બાઈક ચાલક સંજયસિંહ પરબતસિંહ ગોહિલ, ઉંમર વર્ષ 25, રહે. ભાલર, તાલુકો તળાજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્મ