ગોધરા: ગોધરા શહેરના અમદાવાદ રોડ પર સિમલા વિસ્તાર નજીક વીજળીના થાંભલે બાંધેલી સાંકળમાં કરંટ ઊતરતાં ગાયનું મોત
ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયા ગામે વીજળીના થાંભલે બાંધેલી સાંકળમાં કરંટ ઊતરતાં ગાયનું અકસ્માતે મોત નિપજ્યું છે. ૧૩ ઓગસ્ટના રોજ પશુપાલક નાગજીભાઈ ભરવાડ ગાયો ચરાવવા નીકળ્યા હતા ત્યારે સિમલા ખાતે રસ્તા નજીકના વીજ થાંભલા સાથે બાંધેલી સાંકળને અડી જતાં ગાયને વીજળીનો ભારે આંચકો લાગ્યો હતો. વીજ કરંટના કારણે ગાયનું સ્થળ પર જ કરૂણ મોત થયું હતું. આ બનાવ સંદર્ભે પશુપાલકની જાણ કર્યા બાદ ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસે 'જાણવા જોગ' નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી