ભુજ: ભુજમાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા
Bhuj, Kutch | Aug 15, 2026 ભુજમાં પશ્ચિમ LCB પોલીસે દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹3.31 લાખ રોકડ, 7 મોબાઇલ ફોન અને 5 વાહનો સહિત કુલ ₹12.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ભુજ B ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.