કાલોલ: રામનાથ ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો વીડિયો આવ્યો સામે , તપાસની ઉઠી માંગ
કાલોલ તાલુકાના રામનાથ ગોમા નદી વિસ્તારમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નદીના પટમાંથી મોટે પાયે ટ્રેકટર ચાલકો દ્વારા ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે, જેના પગલે સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે.