તારાપુર: તારાપુર ખાતે ₹21.98 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનશે.
Tarapur, Anand | Aug 12, 2026 તારાપુર ખાતે વર્ષ 1966-67માં નિર્માણ પામેલું આશરે 59 વર્ષ જૂનું સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)નું હયાત મકાન અત્યંત જર્જરીત હોવાથી બિનવપરાશમાં છે. હાલમાં આ આરોગ્ય કેન્દ્રની સેવાઓ સ્થાનિક દાતાઓ દ્વારા નિર્મિત મકાનમાંથી ચલાવવામાં આવી રહી હતી. પરંતુ હવે સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોની હાલાકીનો કાયમી અંત આવશે.ધારાસભ્ય વિપુલભાઈ પટેલની રજૂઆતને લઈ ₹21.98 કરોડના મંજૂર થયેલા બજેટથી અત્યાધુનિક હોસ્પિટલ બનશે.