અંજાર: શ્રી અંજાર મહેશ્વરી સમાજ અને શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી
Anjar, Kutch | Oct 1, 2026 અંજારમાં શ્રી અંજાર મહેશ્વરી સમાજ અને શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ-૨૦૨૬ની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.મહોત્સવ અંતર્ગત ગરબી ચોકથી મતિયા દેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે જ્ઞાનવાણી અને સંતવાણીના ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા.