મહુવા: મહુવામાં નગરપાલિકાના કામ પર સવાલ! ખાડો પુરવા સેવાભાવી નાગરિકે પોતાના ખર્ચે કરી મરામત
મહુવામાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતી ઘટના સામે આવી છે. મહુવા ગાંધીબાગથી વિટીનગર વચ્ચેના RCC રોડ પર પેવર બ્લોક વચ્ચે પડેલી કડના કારણે અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો હતો. સમસ્યાની જાણ થતાં એક સેવાભાવી નાગરિકે પોતાના ખર્ચે સિમેન્ટ-રેતીના માલથી કડ પૂરી મરામત કામગીરી કરી હતી. જાહેર માર્ગની આવી સમસ્યા માટે ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકા દ્વારા કામગીરી થવી જોઈએ, ત્યારે એક સામાન્ય નાગરિકે પોતાના ખર્ચે કામગીરી કરી આપતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉ