ગોધરા: ગોધરા-અમદાવાદ હાઈવે પર બાઈક-સ્કોર્પિયો વચ્ચે અકસ્માત: સારવાર દરમિયાન 77 વર્ષીય વેપારીનું મોત
ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલી સર્વોદય હોટલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં મૂળ ટીંબાગામના 77 વર્ષીય વેપારી ઓછવલાલ જમનાદાસ ઠાકર ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના બનતા જ સ્થાનિકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધ વેપારીને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નિપજ્યું હતું. બીજી