જામનગર: જામનગરના ગોકુલનગરમાં જુગારધામ પર દરોડો, 5 મહિલા સહિત 7 ઝડપાયા
જામનગરના ગોકુલનગર મયુરનગર શેરી નં.3માં સીટી-સી ડિવિઝન પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 મહિલા અને 2 પુરુષોને ઝડપી લીધા છે. પોલીસે 21 હજારનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.