ધંધુકા: ધંધુકામાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું
*ધંધુકામાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું.* સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જાહેર સ્થળોએ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. દેસાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન, બિરલા પોલીસ ચોકી,ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, શ્રી પુનિત મહારાજની પ્રતિમા સહિત ધંધુકા શહેરના વિવિધ જાહેર સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હ