પાલીતાણા: પાલીતાણા એસટી ડેપોમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરાયા, પાલિકાના પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા
પાલીતાણા એસ.ટી. ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના સ્વચ્છતા અભિગમ અંતર્ગત પાલીતાણા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડ પરિસરમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસ.ટી. વિભાગ ભાવનગરના ડી.એમ.ઈ. પ્રદીપસિંહ ગોહિલ, એ.ટી.આઈ. શામજીભાઈ રાઠોડ, રામદેવસિંહ ગોહિલ