ગોધરા: ગોધરા તાલુકા પોલીસે આંગડિયા ગામે જુગાર રમતા 13 ઇસમોને ઝડપી પાડ્યા હતા
ગોધરા તાલુકા પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે આંગળીયા ગામે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે ૧૩ જુગારીયાઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસની ટીમે સ્થળ પરથી રૂ. ૫૨,૧૦૦ રોકડા અને રૂ. ૩૫,૦૦૦ ની કિંમતના ૧૦ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આમ, પોલીસે કુલ રૂ. ૮૭,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.