એરપોર્ટ પર શારજાહથી આવેલા બે મુસાફરો શંકાસ્પદ જણાતા કસ્ટમ્સ વિભાગે અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. મહિલા મુસાફર પાસેથી ૨૧૯.૪૩ ગ્રામ સોનાના દાગીના કિંમત ૨૮.૮૭ લાખથી વધુ જપ્ત કરાયા છે. જ્યારે પુરુષ મુસાફર પાસેથી લેપટોપ, કોસ્મેટિક્સ અને મોબાઇલ સહિત ૩.૫૦ લાખનો માલ મળ્યો છે.