અંજાર: શ્રી રતનાલ આહિર સમાજવાડીના નવા ભવનનું ભૂમિપૂજન સંપન્ન
Anjar, Kutch | Aug 13, 2026 રતનાલ ખાતે BKT કંપનીના સહયોગથી નિર્માણ પામનાર “શ્રી રતનાલ આહિર સમાજવાડી”ના નવા ભવનનું ભૂમિપૂજન પૂજ્ય સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં પાવન વાતાવરણ વચ્ચે સંપન્ન થયું હતું.તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા,કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, BKT કંપનીના પ્રતિનિધિશ્રીઓ, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.