તળાજા: ગઢૂલા ગ્રામ પંચાયતની RTI અરજી મામલે TDO સમક્ષ પ્રથમ અપીલની સુનાવણીમાં વીડિયો રેકોર્ડિંગ મુદ્દે ગરમાવો
તળાજા તાલુકાના ગઢૂલા ગ્રામ પંચાયતની RTI અરજીને લઈને આજે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રથમ અપીલની સુનાવણી યોજાઈ હતી. જોકે, સુનાવણી દરમિયાન વીડિયો રેકોર્ડિંગના મુદ્દે અરજદાર અને અધિકારી વચ્ચે મતભેદ સર્જાતા મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, અરજદારે તા. 09/06/2026ના રોજ ગઢૂલા ગ્રામ પંચાયત ખાતે RTI અરજી કરી હતી. અરજદારના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જવાબમાં માહિતી વિશાળ પ્રમાણમાં હોવાથી આપી શકાય તેમ નથી તેવો જવાબ આપ્યો હતો. આ