મુન્દ્રા: મુંબઈથી વતન ઘેલડા આવેલા દંપતીએ પ્રાગપર પોલીસના શ્રેષ્ઠ અને નમ્ર વ્યવહારની સરાહના કરી: આભાર વ્યક્ત કર્યો
Mundra, Kutch | Sep 23, 2026 મુંબઈમાં સ્થાયી થયેલા અને મૂળ કચ્છના ઘેલડા ગામના વતની એવા દંપતી તાજેતરમાં પોતાના બંધ મકાનની મુલાકાતે વતન આવ્યા હતા. વતનમાં આવીને જોતાં તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. જોકે, ઘરની અંદર તપાસ કરતા કોઈ પણ વસ્તુની ચોરી થઈ ન હોવાનું માલૂમ પડ્યું હતું.