વિજાપુર: ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રનો પ્રારંભ
વિજાપુરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવું બજાર કેન્દ્ર શરૂ કરાયું છે. વિમસા એફ.પી.ઓ. ખાતે શરૂ થયેલા આ કેન્દ્રથી ખેડૂતોને સ્થાનિક સ્તરે વેચાણની સુવિધા મળશે અને ગ્રાહકોને શુદ્ધ ખેતપેદાશો મળી રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.