તારાપુર: તારાપુર ખાતે તાલુકા કક્ષાની 'હર ઘર તિરંગા' યાત્રા ઉત્સાહભેર સંપન્ન
Tarapur, Anand | Aug 13, 2026 તારાપુર નગરપાલિકા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની ભવ્ય 'હર ઘર તિરંગા' યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.નાની ભાગોળ સ્થિત દૂધની ડેરી પાસેથી યાત્રાની શરૂઆત થઈ હતી, જે નગરપાલિકા કચેરી થઈને નાની ચોકડી સુધી પહોંચી હતી.ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.