અંજાર: મેઘપરની સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો
Anjar, Kutch | Sep 30, 2026 અંજાર નજીક મેઘપર ગામની નવી સરકારી હાઈસ્કૂલ ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા અને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. કચ્છ ગ્રામ વિકાસ સમિતિ, ગોધરા-માંડવીના અરવિંદભાઈ જોશીના સહયોગથી સ્વામી વિવેકાનંદના વિચારોના પુસ્તકો તેમજ અંગ્રેજી ગ્રામર પુસ્તકોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.