સાગબારા: નર્મદા: સાગબારામાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર ઝડપાયો, 13.35 લાખનો મુદ્દામાલ જપ્ત
નર્મદા એસ.ઓ.જી પોલીસે સાગબારાના દેવસાકી ગામે ખેતરમાં ગાંજાના છોડ ઉગાડનાર ધરમસિંગ વસાવાને ઝડપી લીધો છે. પોલીસે 26 કિલો 700 ગ્રામ વજનના 86 ગાંજાના છોડ કબજે કર્યા છે, જેની કિંમત 13.35 લાખ રૂપિયા છે. આરોપી સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.