ધ્રોલ: ધ્રોલ-જામનગર હાઈવે પર ૨ કિલો ગાંજા સાથે ૨ ઝડપાયા
Dhrol, Jamnagar | Sep 25, 2026 ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલ પાસે પોલીસે વાહન ચેકિંગમાં ૨ કિલો ગાંજા સાથે પોરબંદરના ૨ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે ગાંજા, ફોન અને કાર મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં અન્ય એક શખ્સની સંડોવણી પણ બહાર આવી છે.